મોરબી : મોરબીના રંગપર બેલા વિસ્તારમાં દેશી - વિદેશી દારૂની બદી ઉપર ધોસ બોલાવી રહેલી પોલીસે પ્લેટેનિયમ પેકેજીંગ કારખાના નજીકથી આરોપી બાબુ ઉર્ફે પાગો પરબતભાઇ કરગતા ઉ.25 રહે.બેલા ગામ નામના શખ્સને વિદેશી દારૂની 42 બોટલ કિંમત રૂપિયા 31,770 સાથે ઝડપી લેતા આરોપીએ દારૂનો આ જથ્થો આરોપી વિપુલ સોમાભાઇ લોદરિયા રહે.ગોપાલગઢ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળો આપી ગયાનું કબુલતા વિપુલને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.