ટંકારાના નસીતપર ગામે સંત સામૈયા, મહાપ્રસાદ, સંતવાણી સહિતના કાર્યક્રમો : આવતીકાલે સંતમંડળ દુધરેજ પ્રસ્થાન કરશે મોરબી : અખિલ ભારતીય રબારી સમાજની ગુરૂગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામથી પધારેલ જગ્યાના મહંત પરમ પૂજ્ય નિર્મોહી પિઠાધિશ્વર અનંત શ્રી વિભુષિત શ્રી શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર શ્રી કનીરામદાસજી મહારાજ આજે ટંકારા તાલુકાના નસીતપર ગામે પાવન પધરામણી કરી છે અને અહીં આજે સંત સામૈયા, મહાપ્રસાદ, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા છે આવતીકાલે સંતમંડળ મચ્છુકાંઠા પરગણામાંથી દુધરેજ પ્રસ્થાન કરશે. વડવાળા ધામના મહંત તથા સંતમંડળ મચ્છુકાંઠા પરગણામાં ઘરે -ઘરે અને નેહડે -નેહડે પાવન પધરામણી કરતા રબારી સમાજમાં અનેરો આનંદ-ઉત્સાહ છવાયો છે ત્યારે આજે દુધરેજ ધામથી પધારેલ જગ્યાના મહંત પરમ પૂજ્ય નિર્મોહી પિઠાધિશ્વર અનંત શ્રી વિભુષિત શ્રી શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર શ્રી કનીરામદાસજી મહારાજ આજે ટંકારા તાલુકાના નસીતપર ગામે પાવન પધરામણી કરી છે અને અહીં આજે બપોરે 2 વાગ્યે સંત સામૈયા, સાંજે 4 થી 6 ધર્મસભા, સાંજે 7 વાગ્યે મહાપ્રસાદ અને રાત્રે 9 વાગ્યે સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા છે. આવતીકાલે સંત મંડળ સવારે નવા વાગ્યે દુધરેજ પ્રસ્થાન કરનાર હોય રબારી સમાજ નસીતપર દ્વારા ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બનવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.