ટંકારા : મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ટંકારા દ્વારા તા. 8 અને 9 ફેબ્રુઆરી બે દિવસ ગુરૂકુલ મહાલય ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોલીબોલ ટુર્નામેન્ટમાં કુલ જિલ્લા કક્ષાની આઠ ટીમો અને અને ગ્રામીણની આઠ ટીમો એમ બે કેટેગરીમાં 16 ટીમોએ ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટમાં પડધરીની ટિમ વિજેતા બની હતી. જ્યારે ઉમા બી-મોરબી ટિમ રનર્સ અપ રહી હતી. જ્યારે ગ્રામીણ ટુર્નામેન્ટમાં બગથળાની ટિમ વિજેતા બની હતી. જ્યારે મહર્ષિ દયાનંદ - ટંકારા ટિમ રનર્સ અપ રહી હતી.