પેપર મિલો દ્વારા કરાયેલા રૂ. 2 ના ભાવ વધારા અને શોર્ટ સપ્લાયને પગલે મોરબી પેકેજિંગ એસોસિએશને લીધો નિર્ણયમોરબી અપડેટ : મોરબીમાં પેકેજીંગ બોક્સના ભાવમાં તારીખ 7/08/2026 થી 5 ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસ પહેલા જ પેકેજીંગ બોક્સના ભાવમાં 12 ટકાનો વધારો જાહેર કરાયો હતો, ત્યાં ફરી સંજોગો એવા ઉભા થયા છે કે પેકેજિંગ ઉદ્યોગને વધુ એક વખત ભાવ વધારો કરવાની ફરજ પડી છે.પેકેજીંગ ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર પેપર મિલોમાં વેસ્ટના પ્રશ્નો તેમજ હાલના વરસાદી વાતાવરણને કારણે ભાવમાં રૂ. 2 નો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બજારમાં પેપરની શોર્ટ સપ્લાય પણ ઉભી થઇ છે. હાલ પરિસ્થિતિ એવી છે કે મિલમાંથી પેકેજિંગ એકમોને પેપર આવતા 8 થી 10 દિવસનો સમય લાગી રહ્યો છે. આ તમામ બાબતો અંગે મોરબી પેકેજિંગ એસોસિએશનના પ્રમુખ પાર્થભાઈ બારૈયા અને ઉપપ્રમુખ રાજુભાઈ અમૃતિયાએ મિલ માલિકો અને પેકેજીંગ સાથે જોડાયેલા મિત્રો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. જે બાદ મળેલી બેઠકમાં આ ભાવ વધારાનો નિર્ણય લેવાયો છે.સિરામિક ઉદ્યોગને રોજેરોજ પેકેજીંગ બોક્સની જરૂરિયાત રહેતી હોય છે પરંતુ સપ્લાય ચેઈન ખોરવાઈ હોવાથી સમયસર પેપર મળતું નથી. આથી મોરબી પેકેજિંગ એસોસિએશનના પ્રમુખ પાર્થભાઈ બારૈયા તથા ઉપપ્રમુખ રાજુભાઈ અમૃતિયા દ્વારા સિરામિક કંપનીઓને અપીલ કરવામાં આવી છે કે હાલની સ્થિતિમાં તેઓને જેટલી જરૂર હોય તેટલો જ ઓર્ડર આપે અને આ કામમાં સહયોગ આપે. પેપર મિલોની આ સમસ્યાના કારણે આગામી 1 થી 2 મહિના પૂરતો આ કપરા સમયમાં સિરામિક ઉદ્યોગ પેકેજીંગ વાળાઓને સહયોગ આપે તેવી વિનંતી કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #PackagingBox #PriceHike #CeramicIndustry #MorbiNews #GujaratNews #PaperMill #PackagingAssociation