મોરબી: મોરબીની પી.જી. પટેલ કૉલેજમાં તા. 28/02/2026 ના રોજ વિદ્યાર્થીનીઓની કલાશક્તિને પ્રોત્સાહન આપવા માટે મહેંદી, મેકઅપ, હેરસ્ટાઇલ તેમજ નેઇલ આર્ટ જેવી વિવિધ કલાત્મક સ્પર્ધાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.કૉલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા તેમજ આચાર્ય રવિન્દ્રભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ કૉલેજમાં હરહંમેશ સાંસ્કૃતિક અને કલાત્મક પ્રવૃત્તિઓ થતી રહે છે. વિદ્યાર્થીનીઓની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુથી આયોજિત આ સ્પર્ધામાં B.com, B.B.A, B.A. તેમજ M.com જેવી વિવિધ વિદ્યાશાખાની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓએ પોતાની હથેળીઓમાં આકર્ષક અને ઝીણવટભરી ડિઝાઇનો બનાવીને કલાનું પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત આધુનિક હેરસ્ટાઇલ, મેકઅપ તેમજ નેઇલ આર્ટ દ્વારા અન્ય વિદ્યાર્થીનીઓને સુંદર રીતે તૈયાર કરી હતી. આ સ્પર્ધામાં ડાયમંડ બ્યૂટી પાર્લરમાંથી નિષ્ણાત તરીકે આયમન મેડમ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નિષ્ણાત તરીકે સેવા આપી વિજેતા જાહેર કર્યા હતા. વિજેતાઓને ટ્રોફી, સર્ટિફિકેટ તેમજ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કૉલેજના મતે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારે છે અને વ્યવસાયિક કૌશલ્યોમાં વિકાસ કરે છે.#Morbi #MorbiUpdate #PGPatelCollege #Competition #StudentTalent #Mehndi #Makeup #HairStyle #NailArt #ArtAndCulture