મોરબી : કોરોનાની મહામારીના કપરા કાળમાં વાંકાનેર શહેર તથા તાલુકાના દર્દીઓને ઓકસીજનના અભાવે મુશ્કેલી પડી રહે છે. તેમના માટે હેલ્પીંગ એન્ડ કેરીંગ ગ્રુપ-વાંકાનેર તરફથી ઓકસીજનની બોટલ વિનામૂલ્યે આપવામાં આવશે. જે બોટલ ઉપયોગ કરીને પરત કરવાની રહેશે. ઓકસીજન બોટલ મેળવવા અમિતભાઇ શાહ (મો. ૮૭૮૦૬ ૩૧૬૩૫), ચિંતનભાઇ શેઠ (મો. ૯૬૩૮૯ ૦૦૦૧૩), ડિમ્પલભાઇ દોશી (મો. ૯૮૨૪૦ ૯૯૬૩૬), જીગ્નેશભાઇ રાયમરીયા (મો. ૮૨૦૦૯ ૮૦૪૩૪)નો સંપર્ક કરી શકાશે.