મોરબી : મોરબી-જેતપર રોડ પરથી પસાર થતા ઓવરલોડ ડમ્પરોને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ક્ષમતા કરતા વધુ માલસામાન ભરીને દોડતા આ ડમ્પરોને લીધે રોડની સાઇડમાં ખાડા પડી રહ્યા છે અને રસ્તાની હાલત દયનીય બની રહી છે. ઓવરલોડિંગને કારણે રસ્તાઓને નુકસાન જેતપર રોડ પરથી દિવસ-રાત પસાર થતા ઓવરલોડ ડમ્પરોને કારણે રસ્તાની સાઇડમાં મોટા ગાબડા પડી રહ્યા છે. ડમ્પરોમાં ક્ષમતાથી વધુ માલસામાન ભરેલો હોવાને કારણે રસ્તાઓનું આયુષ્ય ઘટી રહ્યું છે તેમજ માલ બહાર ઢોળાતા અન્ય વાહન ચાલકો માટે પણ જીવનું જોખમવું છે આ પરિસ્થિતિને કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે મુસાફરી કરવી જોખમી બની ગઈ છે. જવાબદાર તંત્ર દ્વારા આવા ઓવરલોડ ડમ્પરો પર તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને રસ્તાઓની મરામત કરવામાં આવે તેવી ઉગ્ર લોકમાગણી ઉઠી છે.#Morbi #JatparRoad #OverloadDumpers #RoadSafety #PublicIssue #MorbiNews #GujaratRoads