માળીયા(મી.) : આજરોજ સવારે ધો.10ના બોર્ડના પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં માળીયા(મીં) તાલુકાની મોડેલ સ્કૂલ મોટીબરારનું સર્વશ્રેષ્ઠ પરિણામ અને શાળાના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. માળીયા(મીં)ની મોડેલ સ્કૂલ મોટીબરારનું ધોરણ-10નું 78.72% પરિણામ આવ્યું છે.શાળામાંથી કુલ 47 વિધાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી.જેમાંથી 37 બાળકો પાસ થવા સાથે શાળાનું પરિણામ 78.72% આવ્યું છે. ધોરણ 10ની વિદ્યાર્થી પરમાર હિરાલી 96.74 PR સાથે પ્રથમ ક્રમાંક, કાનગડ રાજ 95.10 PR સાથે દ્વિતિય ક્રમાંક, સવસેટા આશા 94.50 PR સાથે તૃતિય ક્રમાંક મેળવેલ છે. વર્ષ 2021-22ના સમગ્ર વર્ષ દરમિયાન આયોજિત વિવિધ સહ અભ્યાસક પ્રવૃત્તિમાં અવ્વલ રહેલ મોડેલ સ્કૂલ મોટીબરારના બાળકોએ શૈક્ષણિક ક્ષેત્રે પણ ઉત્કૃષ્ઠ પરિણામ મેળવી શાળાનું, માળીયા તાલુકાનું અને મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે. શાળાને ગૌરવાન્વિત કરનાર વિદ્યાર્થીઓને મોડેલ સ્કૂલ મોટીબરારના આચાર્ય બી.એન.વીડજા તથા શાળા પરિવાર દ્વારા અભિનંદન આપી જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.