મોરબી : તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા વિવિધ અભ્યાસક્રમોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોરબીના જનતા ક્લાસીસના વિદ્યાર્થીઓએ M. Com, B.Com અને BBA સહીતના અભ્યાસક્રમોમાં ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યુ છે.મોરબીમાં શૈક્ષણિક ક્ષેત્રે વાણિજ્ય પ્રવાહ ક્ષેત્રે છેલ્લા ચાર દાયકા કરતા વધુ સમયથી કાર્યરત તેમજ શૈક્ષણિક ક્ષેત્રે 49 વર્ષના અનુભવી પ્રવિણભાઈ કક્કડ તથા 17 વર્ષના અનુભવી નિર્મિતભાઈ કક્કડ દ્વારા સંચાલિત જનતા ક્લાસીસની અજાણી ખુશીએ B.Com Sem-5 માં 86.86%, જાડેજા મયુરાજસિંહે B.B.A Sem-5 માં 78.86%, પાંચાટીયા મીતે B.Com Sem-3 માં 79.86% તેમજ જાની વિધીએ M.Com Sem-3 માં 86.40% મેળવી મોરબી તેમજ જનતા ક્લાસીસનું ગૌરવ વધાર્યુ છે. વિદ્યાર્થીઓની આ સિધ્ધિ પ્રાપ્ત કરવા બદલ ક્લાસીસના સંચાલકો પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. તેમજ આગામી વર્ષ 2024-25 માટે ધો.12 કોમર્સ (GSEB &CBSE), B.Com, BBA માં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગયેલી છે તેમ જણાવ્યું હતું.