ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલ્ટ ટેકનોલોજી સ્થાપવા અને નોડલ ઓફિસ શરૂ રાખવાની માંગમોરબી અપડેટ : દેશમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કરતા ગુજરાત રાજ્યના મીઠા ઉદ્યોગ સામે ઉભા થયેલા પડકારો, અગરીયાઓની સમસ્યાઓ અને સંશોધનના અભાવ અંગે મરીન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન - મોરબી દ્વારા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિગતવાર પત્ર પાઠવીને વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે.મોરબી મરીન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ ડી. યુ. જાડેજા દ્વારા પાઠવવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે, બંધારણની 7મી અનુસૂચિ મુજબ મીઠું (સોલ્ટ) એ કેન્દ્ર સરકારનો વિષય છે. ભારત વિશ્વમાં ત્રીજા નંબરનો સૌથી મોટો મીઠું ઉત્પાદક દેશ છે. વર્ષ 2025-26 માં ભારતમાં કુલ 43 મિલિયન મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થયું હતું, જેમાંથી એકલા ગુજરાતમાં જ 39.50 મિલિયન મેટ્રિક ટન ઉત્પાદન નોંધાયું છે અને ગુજરાતમાંથી 20.50 મિલિયન મેટ્રિક ટન મીઠાની નિકાસ કરવામાં આવી છે.18 ફિલ્ડ ઓફિસો બંધ થતા ઉદ્યોગકારો અને અગરીયાઓ મુશ્કેલીમાંરજૂઆતમાં ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, ગુજરાતમાં સોલ્ટ કમિશનર સંગઠનની 18 ફિલ્ડ ઓફિસો (3 સર્કલ ઓફિસ, 5 સોલ્ટ ટેસ્ટ લેબોરેટરી અને 10 ફેક્ટરી ઓફિસ) બંધ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, અમદાવાદ સ્થિત પ્રાદેશિક કચેરીને પણ મુંબઈ ખાતે મર્જ કરવાનો આદેશ કરાયો છે. ગાંધીધામ ચેમ્બરમાં કાર્યરત કચેરીને પણ અંદાજિત 2 મહિના પહેલાં બંધ કરી દેવામાં આવી છે. ભૂતકાળમાં સોલ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અગરીયાઓ માટે પીવાના પાણીની યોજનાઓ, રેસ્ટ શેડ, મેડિકલ કેમ્પ અને દવાઓ જેવી કલ્યાણકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી, જે બંધ થતાં નાના અને મધ્યમ કક્ષાના અગરીયાઓ ગંભીર સંકટમાં મુકાઈ ગયા છે અને ઉદ્યોગ બંધ થવાના આરે પહોંચી ગયો છે.મુખ્ય માંગણીઓ અને સૂચનો* ગુજરાતમાં નોડલ ઓફિસ: ગુજરાત દેશનું સૌથી મોટું મીઠા ઉત્પાદક રાજ્ય હોવાથી ગાંધીનગર, અમદાવાદ અથવા ગાંધીધામ ખાતે સોલ્ટ વિભાગની મુખ્ય/નોડલ ઓફિસ કાર્યરત રાખવામાં આવે જેથી ઉદ્યોગકારો અને અગરીયાઓ કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી શકે.* નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલ્ટ ટેકનોલોજી: ભારતીય સોલ્ટ ઇન્ડસ્ટ્રીમાં ટેકનિકલ નિષ્ણાતોની ભારે અછત છે. વિશ્વ કક્ષાની સ્પર્ધામાં ટકી રહેવા અને ગુણવત્તા સુધારવા માટે દેશમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલ્ટ ટેકનોલોજી અથવા સોલ્ટ સાયન્સ કોલેજની સ્થાપના કરવામાં આવે.* બિટર્ન (બાય-પ્રોડક્ટ) નો સદુપયોગ: મીઠાના ઉત્પાદન દરમિયાન નીકળતા બિટર્નનો ઉપયોગ કરીને મૂલ્યવર્ધિત કેમિકલ ઉદ્યોગો સ્થાપવામાં આવે, જેનાથી મોટા પાયે રોજગારી અને વિદેશી હૂંડિયામણ પેદા થઈ શકે.* આંતરરાષ્ટ્રીય ગુણવત્તા માપદંડ: ભારત માત્ર વોલ્યુમ લીડર ન રહેતા ગુણવત્તા ક્ષેત્રે પણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની સમકક્ષ ગ્લોબલ ક્વોલિટી લીડર બને તે માટે સંશોધન અને આધુનિક ટેકનોલોજીને પ્રોત્સાહન આપવામાં આવે.#Morbi #MarineSaltAssociation #SaltIndustry #PiyushGoyal #NarendraModi #GujaratSalt #Agariya #Gandhidham #MorbiUpdates #MorbiNews #BusinessNews