31 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી દરરોજ સાંજે 6:30થી 9:00 વાગ્યા સુધી જુદા જુદા વિષયો પર અગ્રણીઓ કરશે વિચારમંથન સમગ્ર કાર્યક્રમ મોરબી અપડેટના ફેસબુક પેઈજ અને યૂટ્યૂબ ચેનલ પર લાઈવ કરવામાં આવશે મોરબી : શાંતિકુંજ મીડિયા પ્રાઇવેટ લિમિટેડના નેતૃત્વ હેઠળ મોરબીના લોકપ્રિય ન્યુઝ નેટવર્ક મોરબી અપડેટ દ્વારા મોરબીના વિકાસ, પ્રગતિ અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને લઈ આગામી તા. 31 જુલાઈથી 3જી ઓગસ્ટ સુધી ચાર દિવસ વિચારોનું મહામંથન કરવા કોન્ક્લેવનું આયોજન કર્યું છે. સ્વાભાવિકપણે જ કોન્ક્લેવ શબ્દથી આપણે થોડા અજાણ હોઈ શકીએ. કોન્કલેવનો અર્થ થાય છે ખાનગી ચર્ચા સલાહ-મસલત માટેની સભા. મોરબી જિલ્લાના સૌ પ્રથમ કહી શકાય તેવા આ કોન્ક્લેવમાં જુદા-જુદા વિષયોને સાંકળી લેવામાં આવ્યા છે. મોરબી અપડેટ કોન્ક્લેવ-2021ની ચાર દિવસની રૂપરેખા જોઈએ તો 31 જુલાઈના રોજ પ્રથમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કોન્ક્લેવનું ઉદઘાટન થયા બાદ મુખ્ય વિષય મોરબીના સીરામીક, ક્લોક, પેપરમીલ, સોલ્ટ સહિતના વિવિધ ઉદ્યોગોના ડેવલોપમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પડકારો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેમાં સીરામીક એસોસીએશનના પ્રમુખો, સીરામીક અગ્રણી ઉદ્યોગપતિ પ્રકાશભાઈ વરમોરા, સિમ્પોલો ગ્રુપના ભરતભાઈ અઘારા, ચૅમ્બર પ્રમુખ જ્યંતિભાઈ પટેલ, પેપરમીલ એસોશિએશન પ્રમુખ કિરીટભાઈ ફૂલતરીયા, પોલીપેક ઇન્ડસ્ટ્રીઝના જગદીશભાઈ પનારા, લેમિનેટ ઇન્ડસ્ટ્રીઝના અતુલભાઈ, સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝના દિલુભા જાડેજા, CA સમીર મહેતા, ક્લોક એસોસીએશનના શશાંકભાઈ દંગી અને અજંતા ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલ, અગ્રણી પ્રદીપ વાળા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ (વર્ચ્યુઅલી) સહિતના મહાનુભાવો મોરબીના ઉદ્યોગો અંગે વિચાર મંથન કરશે. એ જ રીતે મોરબી અપડેટ કોન્ક્લેવના બીજા દિવસે તા. 1 ઓગસ્ટના રોજ મોરબીમાં આર્થિક વિકાસની સાથે ધર્મ-સંસ્કારોનું મહત્વ તેમજ સર્વાંગી વિકાસમાં મહિલાઓ અને સ્વૈચ્છીક સંસ્થાઓનું મહત્વ અને તેમની ભાગીદારી વિષયને સાંકળી લઈ ક્ષેત્રે મહત્વની જવાબદારી વહન કરતા ડીવાય.એસ.પી. રાધિકા ભારાઈ, ડેપ્યુટી ડી.ડી.ઓ. ઇલાબેન ગોહિલ, ઓરેવા ગ્રુપના મહિલા ઉદ્યોગપતિ એલિશ પટેલ, નારી સુરક્ષાના પીયુતા પટેલ, જે. એ. પટેલ મહિલા કોલેજના પ્રિન્સિપાલ આરતી રાંકજા, બાળ સુરક્ષા વિભાગના રંજનબેન મકવાણા, મોટિવેશનલ સ્પીકર વૈશાલી પારેખ, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન, સામાજિક સંસ્થાના અગ્રણી નિર્મિત કક્ક્ડ, પોપટભાઈ કગથરા, ડો. ચિરાગ અઘારા, દેવેનભાઈ રબારી, બેચરભાઈ હોથી, ડો. સતીશ પટેલ, મહેશ ભોરણીયા સહિતના મહાનુભાવો વચ્ચે ચર્ચા થશે. દરમિયાન મોરબી અપડેટ કોન્ક્લેવના ત્રીજા દિવસે તા. 2જી ઓગસ્ટના રોજ મોરબીના પડકારો અને તેનો ઉકેલ, ટ્રાફિક, સ્વચ્છતા, ઇન્ફ્રાસ્ટ્રકચર, ટાઉન પ્લાનિંગ અને કાયદો વ્યવસ્થાના પ્રશ્નોને લઈ વિચાર મંથન કરાશે. જેમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા કલેકટર જે. બી. પટેલ, જિલ્લા પોલીસવડા એસ. આર. ઓડેદરા, ડી.ડી.ઓ. પરાગ ભગદેવ, અધિક કલેકટર એન.કે.મુછાર, ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, ડેપ્યુટી કલેકટર ડી.એ.ઝાલા, માર્ગ અને મકાન વિભાગના હિતેશ આદ્રોજા, આર.ટી.ઓ. અધિકારી જે.કે.કાપટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિંહોરા, ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સીરામીક અગ્રણી નિલેશભાઈ જેતપરીયા, ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલ, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના જેન્તીભાઇ રાજકોટીયા, સતિષભાઈ કાનાબાર, બિલ્ડર એસોશિએશન પ્રમુખ ભરતભાઈ બોપલીયા, ઈડન ગ્રુપના રાજુભાઈ ધમાસણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી વિચારોનું મંથન કરશે. જયારે મોરબી અપડેટ કોન્ક્લેવના સમાપનના અંતિમ દિવસે એટલે કે તા. 3જી ઓગસ્ટના રોજ મોરબીના શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે પ્રવર્તમાન સ્થિતિ, સુધાર અને સંભાવના વિષય અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (વર્ચ્યુઅલી), જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતિરા, ડો.જે.એસ.ભાડેશીયા, ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ ડો.વિજય ગઢીયા, ડો.હિતેશ પટેલ, ડો.જયેશ સનારીયા, શિક્ષણક્ષેત્રે અગ્રણી દિનેશભાઇ વડસોલા, મનોજ ઓગણજા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, નવયુગ ગ્રુપના પી.ડી.કાંજીયા, નાલંદા ગ્રુપના જયેશ ગામી, સાર્થક વિદ્યામંદિરના કિશોર શુક્લ, એલિટ સ્કૂલના શૈલેષ કલોલા, નિર્મલ વિદ્યાલયના નિલેશ કુંડારીયા, પી.જી.પટેલ કોલેજના રવિન્દ્ર ભટ્ટ, ગવર્મેન્ટ શિક્ષકોમાં મનન બુદ્ધદેવ, કમલેશ દલસાણીયા સહિતના મહાનુભાવો હાજર રહેશે અને મહત્વની બાબતો અંગે વિચારોનું આદાન-પ્રદાન કરશે. આ ચાર દિવસનો કોન્કલેવ મોરબી અપડેટના ફેસબુક પેઈજ અને યૂટ્યૂબ ચેનલ પર લાઈવ પ્રસારિત કરવામાં આવશે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..