વર્ષો જુના ડેવલોપમેન્ટ પ્લાનને કારણે 2000થી વધુ અરજીઓ રિજેક્ટ થઇ : વર્ષ 2022 પહેલાના ગેરકાયદેસર બાંધકામ રેગ્યુલાઇઝ કરવા તા.17મી સુધીની તકમોરબી : મોરબી શહેરમાં રાજ્ય સરકારની ઈમ્પૅક્ટ ફી કાયદાની જોગવાઈ મુજબ GRUDA-2022 અંતર્ગત ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયામાં નગરપાલિકા સમયની 2468 અને મહાનગર પાલિકા સમયની 650 અરજીઓ તંત્ર સમક્ષ આવી છે જે પૈકી માત્રને માત્ર 80 અરજીઓને જ બાંધકામ રેગ્યુલાઇઝડ કરવા મંજૂરી આપવામાં આવી છે. બાકીની અનેક અરજીઓ વર્ષો જુના ડેવલોપમેન્ટ પ્લાનને કારણે અટકી પડી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ગુજરાત સરકારે ગેરકાયદેસર બાંધકામ રેગ્યુલાઇઝડ કરવાની અંતિમ તારીખ 17 ડિસેમ્બર નિયત કરી હોય અરજદારોને સમય મર્યાદામાં અરજી કરવા અનુરોધ કરાયો છે.મોરબી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના ઈમ્પૅક્ટ ફી કાયદા મુજબ અનઅધિકૃત બાંધકામો કાયદેસર કરવા માટે વખતો વખતની મુદત બાદ છેલ્લી મુદત 17 ડિસેમ્બર 2025 નિયત કરવામાં આવી છે. મોરબી શહેરમાં નગરપાલિકા સમયમાં 2468 અને મહાનગર પાલિકા સમયમાં 650 અરજી મળી શહેરમાં કુલ 3118 અરજીઓ તંત્ર સમક્ષ આવી છે. ટાઉન પ્લાનિંગ વિભાગના જુનિયર નગર નિયોજક શુભમ પટેલના જણાવ્યા મુજબ કુલ 3118 અરજી પૈકી 180 અરજી નિયમ મુજબ હતી જેમાંથી 80 બાંધકામને રેગ્યુલાઇઝડ કરવામાં આવ્યા છે. જયારે બાકીની 100 અરજીની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. સાથે જ બાકી રહેતી અરજીઓ ડીપીઆર વિસ્તાર બહારની હોવાથી હાલમાં આવી અરજીઓ દફ્તરે કરી દેવામાં આવી છે.શહેરની 131 હોસ્પિટલોને નોટિસમોરબી શહેરમાં આવેલ અલગ અલગ 131 હોસ્પિટલોને મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યા બાદ બિલ્ડીંગ યૂટિલાઇઝેશન પરમિશન અને ફાયર સેફટી સહિતના મુદ્દે નોટિસ આપવામાં આવી છે. ટાઉન પ્લાનિંગ વિભાગના જણાવ્યા મુજબ મોટાભાગની હોસ્પિટલ પાસે બિયું પરમિશન ન હોવાથી તેમજ અનેક કિસ્સામાં ફાયર એનઓસીના અભાવે નોટિસ આપવામાં આવી છે. નિયમ મુજબ પૂર્તતા રજૂ થયા બાદ આવા બાંધકામોને રેગ્યુલાઇઝડ કરવામાં આવશે તેમ જાહેર કરાયું હતું.2022 પછીના બાંધકામ રેગ્યુલાઇઝડ કરવા માટે માર્જીનના બાંધકામ દૂર કરવા પડશેમોરબી શહેરમાં રાજ્ય સરકારના કાયદા મુજબ 2022 પહેલાના બાંધકામ રેગ્યુલાઇઝડ કરવા માટે gruda -2022 મુજબ જરૂરી પેનલ્ટી અને ફી ભર્યેથી બાંધકામ કાયદેસર કરવા કાર્યવાહી ચાલી રહી છે. જો કે, 2022 પછીના બાંધકામ રેગ્યુલાઇઝડ કરવા માટે નિયમ મુજબ માર્જિનની જગ્યામાં ઉભા કરવામાં આવેલ બાંધકામ હટાવ્યા બાદ જ આવા બાંધકામ રેગ્યુલાઇઝડ કરવાની જોગવાઈ હોવાનું ટાઉન પ્લાંનિંગ વિભાગના જુનિયર નગર નિયોજક શુભમ પટેલે જાહેર કર્યું હતું.100થી 300 મીટરના બાંધકામ માટે 3 હજારથી 18 હજાર રૂપિયા ચાર્જવર્ષ 2022 પહેલાના ગેરકાયદેસર બાંધકામ રેગ્યુલાઇઝડ કરવા માટે રાજ્ય સરકારના ઈમ્પૅક્ટ ફી કાયદા મુજબ 100થી 300 મીટરના બાંધકામ માટે રૂપિયા 3000થી લઈ 18000 સુધીની ફી નિયત કરવામાં આવી છે. જેમાં પેનલ્ટી સહિતની જોગવાઈના પાલન સાથે નિયત ફી વસૂલી ગેરકાયદેસર બાંધકામને કાયદેસરતા આપવામાં આવતી હોવાનું જુનિયર નગર નિયોજક શુભમ પટેલે જણાવ્યું હતું.નવો ડેવલોપમેન્ટ પ્લાન અમલી બનતા સાત મહિના લાગશેમોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ હાલમાં નવો ડીપીઆર એટલે કે, શહેરનો ડેવલોપમેન્ટ પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. મહાનગર પાલિકા દ્વારા નવા ડીપીઆર માટે નવ મહિનાઓ સમય નક્કી કરવામાં આવ્યો છે જેમાં બે મહિના જેટલો સમય પૂર્ણ થયો હોય શહેરનો નવો ડેવલોપમેન્ટ પ્લાન અમલી બનતા હજુ પણ સાતેક મહિના જેટલો સમય લાગશે. હાલમાં મોરબી શહેરમાં 1971નો ડેવલોપમેન્ટ પ્લાન અમલી હોવાનું ટાઉન પ્લાનિંગ શાખાના જુનિયર નગર નિયોજક શુભમ પટેલે જણાવ્યું હતું.