મોરબી : મોરબી હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા જવાન સુનિલપુરી ટી. ગોસાઈ (સનદ નંબર 239) દ્વારા તાજેતરમાં યોજાયેલી CBSE બોર્ડની પરીક્ષા દરમિયાન પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. તેમની આ નિષ્ઠાપૂર્વકની સેવાને બિરદાવતા ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.સુનિલપુરી ટી. ગોસાઈએ તારીખ 17/02/2026 થી 28/03/2026 સુધી ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે CBSE બોર્ડની પરીક્ષામાં પોતાની ફરજ બજાવી હતી. પરીક્ષાના સમયગાળા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે તેમણે સતર્કતા દાખવી હતી. તેમની આ ઉમદા કામગીરી અને શિસ્તબદ્ધ વર્તનને ધ્યાને રાખીને શાળાના પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટ દ્વારા તેમને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. હોમગાર્ડ દળનું નામ રોશન કરનાર સુનિલપુરી ગોસાઈની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ચોમેરથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.#Morbi #HomeGuard #OmShantiSchool #CBSEBoard #Honored #MorbiNews #DutyCertificate #SocialService