અંડર 14 અને અંડર 19 વયજૂથમાં વિદ્યાર્થીનીઓએ વિવિધ રમતોમાં 1 થી 3 નંબર પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાએ સ્થાન મેળવ્યુંટંકારા (મોરબી અપડેટ): મોરબી જિલ્લા કક્ષાની SGFI એથ્લેટિક્સ સ્પર્ધામાં ટંકારાની ઓરપેટ ઉચ્ચ પ્રાથમિક કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ શાનદાર પ્રદર્શન કરી શાળાનું અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અલગ અલગ વયજૂથમાં રમાયેલી આ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીનીઓએ દોડ, લાંબી કુદ અને ગોળા ફેંકમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી નંબર પ્રાપ્ત કર્યા છે.અંડર 14 કેટેગરીમાં શાળાની વિદ્યાર્થીનીઓએ નીચે મુજબની સિદ્ધિ પ્રાપ્ત કરી છે:ભોરણીયા હની રાજેશભાઈ - લાંબી કુદ - 2જો નંબરકગથરા જીયા પ્રમોદભાઈ - 100 મીટર દોડ - 3જો નંબરકાંજિયા વિશ્વા ગૌતમભાઈ - ગોળા ફેંક - 3જો નંબરજ્યારે અંડર 19 કેટેગરીમાં પણ વિદ્યાર્થીનીઓએ ઉત્તમ દેખાવ કરતા નીચે મુજબના ક્રમાંક મેળવ્યા છે:ભોરણીયા મીરા કાંતિલાલ - 100 મીટર દોડ - 1લો નંબર અને લાંબી કુદ - 2જો નંબરકાસુન્દ્રા હેતવી રમણીકભાઈ - 800 મીટર દોડ - 2જો નંબરમાડકીયા સાનિયા અબ્દુલભાઈ - 400 મીટર દોડ - 2જો નંબરભાગિયા ધાર્મિ દીપકભાઈ - ગોળા ફેંક - 3જો નંબરભોરણીયા જીનલ અશોકભાઈ - 100 મીટર દોડ - 3જો નંબરઆ સ્પર્ધામાં 1લો અને 2જો નંબર પ્રાપ્ત કરેલ તમામ વિદ્યાર્થીનીઓ આગામી સમયમાં રાજ્ય કક્ષાએ રમવા માટે જશે. મોરબી જિલ્લા કક્ષાએ નંબર પ્રાપ્ત કરી અદ્ભુત સિદ્ધિ હાંસલ કરવા બદલ આસિસ્ટન્ટ કોચ એન.એ.ઉઠમાના ટ્રસ્ટ પરિવાર તથા સમગ્ર શાળા પરિવારે ગૌરવની લાગણી અનુભવી છે અને તમામ વિજેતા વિદ્યાર્થીનીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Tankara #OrpatGirlsSchool #SGFITournament #Athletics #SportsNews #GujaratSports #StateLevelQualifiers #StudentAchievement