મોરબી : મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને તેમનામાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવા માટે રમત-ગમત સ્પર્ધા,વેશભૂષા સ્પર્ધા અને ડાન્સ કોમ્પિટિશનનું તા.26/12/2021ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. રમત-ગમત સ્પર્ધા અંતર્ગત LKG થી ધો.1ના વિદ્યાર્થીઓ માટે પિકઅપ બોલ રમત,ધો.2 થી 4ના વિદ્યાર્થીઓ માટે બેલેન્સ બોલ રમત,ધો.5 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક મિનિટની રમતમાં હરીફાઈ રહેશે.આ ઉપરાંત વેશભૂષા અને ડાન્સ સ્પર્ધા અંતર્ગત LKG થી ધો.4ના વિદ્યાર્થીઓ માટે વેશભૂષા તથા ડાન્સ સ્પર્ધા અને ધો.5 થી કોલેજના વિદ્યાર્થીઓ ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લઇ શકશે. વેશભૂષા તથા ડાન્સ સ્પર્ધામાં વધુ માં વધુ 75 વિદ્યાર્થીઓ જ ભાગ લઇ શકશે.તેથી વહેલી તકે નામ નોંધવાનું રહેશે.સ્પર્ધાનું ફોર્મ ભરવાની છેલ્લી તા.23/12/2021ને ગુરુવાર છે. તમામ સ્પર્ધામાં રઘુવંશીના વધુ ને વધુ બાળકો ભાગ લે તેમ પ્રમુખ સુનિલભાઈ ચંદારાણાની યાદીમાં જણાવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..