૧૧ નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર રેલ્વે સ્ટેશન પાસે આવેલા આસ્થાના પ્રતીક શ્રી ધક્કાવળી મેલડી માતાજીના મંદિર દ્વારા આગામી તા.10 માર્ચને રવિવારે નવલખી રોડ પર આવેલા રોકડીયા હનુમાનજી મંદિરે ચતુર્થ સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં 11 યુગલો લગ્નગ્રંથિથી જોડાશે.જેમાં દાતાઓના સહયોગથી દીકરીઓને સોનાચાંદી સહિત આશરે 81 જેટલી ચીજવસ્તુઓ કરિયાવરરૂપે ભેટમાં અપાશે.આ પ્રસંગે મહંત દામજી ભગત, ભાવેશ્વરીબેન તથા જગન્નાથ મહારાજ સહિતના સંતો મહતો હાજર રહીને નવદંપતિઓને આશીર્વચન પાઠવશે.આ સમૂહલગ્નને સફળ બનાવવા રઘુવીરસિંહ ઝાલા, મહેશભાઈ, મુકેશભાઈ અનડકટ, નિલેશભાઈ વ્યાસ, દિલીપભાઈ સોલંકી તથા મહિલા સહિયર મંડળ મોરબી દ્વારા ભારે જહેમત ઉઠાવાઇ રહી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en