શુટીંગ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ, ક્રિકેટ તથા એથ્લેટિક્સ સહિતની સ્પર્ધામાં ભાગ લઈ શકાશે મોરબી : 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત ચાલુ વર્ષે ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન માટે શુટીંગ વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ, ક્રિકેટ તથા એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા સિનિયર સિટીઝન ભાઈઓ અથવા બહેનોએ નિયત નમુનાનું પ્રવેશપત્ર જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રૂમ નં.૨૫૭/૨૩૬, બીજો માળ, તાલુકા સેવાસદન, લાલબાગ, મોરબીથી મેળવી તા.૦૨/૦૯/૨૦૨૧ સુધીમાં સંપુર્ણ વિગત સાથે મોકલી આપવાનું રહેશે. ફોર્મ સાથે ડોક્ટરનું ફિટનેશ સર્ટીફિકેટ તથા આધારકાર્ડ નકલ સાથે આપવાની રહેશે. સમય મર્યાદામાં આવેલ પ્રવેશપત્રોના સ્પર્ધકોને વિગતવાર કાર્યક્ર્મ અંગેની જાણ કરવામાં આવશે. વધુ માહીતી માટે મો.નં. ૯૭૧૪૯ ૦૪૬૬૯ પર સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારી મોરબી દ્વારા જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..