મોરબી : મોરબીમાં ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ દ્વારા ઔદીચ્ય બ્રાહ્મણ સમાજના સ્નેહમિલનનું આયોજન આગામી તા. 17 નવેમ્બરના રોજ સાંજે 5-30 કલાકે જ્ઞાતિની ભોજનશાળા ખાતે રાખવામાં આવ્યું છે. કાર્યક્રમ અંતર્ગત અલ્પાહાર માટેના પાસનું વિતરણ સંસ્થાના કાર્યાલય ખાતે આગામી તા. 7 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી સવારે 10થી 12 તથા સાંજે 4-30થી 7 દરમિયાન કરવામાં આવશે.