મોરબી: મયુર નેચર કલબ દ્વારા આગામી રવિવારે પોસ્ટર પ્રદર્શન થકી વનસ્પતિ ઓળખનું આયોજન કરાયું છે. મયુર નેચર ક્લબ દ્વારા આગામી તા.5/12/2021ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમ્યાન સરદાર બાગ,શનાળા રોડ ખાતે પોસ્ટર પ્રદર્શન દ્વારા વનસ્પતિ ઓળખનું આયોજન કરાયું છે. આ પ્રદર્શન થકી આશરે 100 જેટલી વનસ્પતિની તલસ્પર્શી માહિતી આપવામાં આવશે. મયુર નેચર ક્લબ વતી આ પ્રોગ્રામના સંયોજક દ્વારા જણાવાયું છે કે કોરોના મહામારીના પગલે પ્રદર્શન નિહાળવા આવનાર તમામે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. વધુમાં વધુ લોકોને કાર્યક્રમ નિહાળવા અનુરોધ કરાયો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..