મોરબી: શહેરના રામકૃપા એપાર્ટમેન્ટ ખાતે જીલ્લા ભાજપ અગ્રણી દ્વારા મહાઆરતી, પ્રસાદ અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.અયોધ્યા ખાતે આજે ભગવાન રામલલ્લા નિજ મંદિરમાં બિરાજમાન થનાર છે ત્યારે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી સ્વરૂપે મોરબીના ઘુનડા રોડ પર આવેલ રામકૃપા એપાર્ટમેન્ટ ખાતે રામકૃપા પરિવાર તથા મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રમાબેન જયસુખભાઈ ગડારા દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય આરતીનું તથા પ્રસાદનું તથા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશિષ્ટ ભગવાન રામની ભવ્ય રંગોળી તથા ભગવાન શ્રી રામના નામવાળા બેનરો તથા લાઈટો દ્વારા રામકૃપા એપાર્ટમેન્ટ તથા રામકૃપા પરિવાર રામમય બન્યો છે.