મોરબી : મોરબી બ્રહ્મસમાજ સમાજ દ્વારા ધોરણ 12 પાસ અને સરકારી ભરતીની તૈયારી કરતાં બ્રહ્નસમાજના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ તદન નિઃશુલ્ક કરવામાં આવશે. મોરબી સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા ધોરણ 12 પાસ બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓ માટે સરકારી ભરતીઓ જેવી કે જી.પી.એસ.સી. ક્લાસ 1/2 , ક્લાસ 3 જેવી કે તલાટી/ક્લાર્ક /પોસ્ટ/પોલીસ જેવી તમામ પરીક્ષાઓનું સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે તદન નિ:શુલ્ક વર્ગ શરૂ કરવા જઈ રહ્યા છે. સાથે સાથે સારામાં સારું માર્ગદર્શન મળી રહે તે માટે સ્પીપા તેમજ રાજકોટ ગાંધીનગરની અનુભવી ફેકલ્ટી તેમજ સચોટ પરિક્ષાલક્ષી મટિરિયલ, 200થી વધુ વનલાઇનર વિડિયો તેમજ એકસ્ટ્રા મેથ્સ તેમજ રિજનિંગની બુક્સ ફ્રી આપવામાં આવશે તેમજ રેગ્યુલર ટેસ્ટ અને કરંટ અફેર પણ મળશે. આગામી તા. 24/02/2022 ને ગુરુવારથી સાંજે 6 થી 8 વાગ્યાના સમયમાં વર્ગો શરૂ થઈ રહ્યા છે. બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા મોરબીમાં રહેતા ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને આ લાભ લેવા આહવાન કરવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ આ લાભ લેવા માગે છે, તે રજીસ્ટ્રેશન માટે સચિન વ્યાસ (સંયોજક) 97274 64164, અમુલભાઈ જોશી (મહામંત્રી, સમસ્ત બ્રહ્મસમાજ) 92271 00011, કેયૂરભાઈ પંડ્યા (મહામંત્રી, સમસ્ત બ્રહ્મસમાજ) 94294 84440નો સંપર્ક કરી શકશે. તેમ કિશોરભાઇ શુક્લ (પ્રમુખ, સમસ્ત બ્રહ્મસમાજ)ની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..