ટંકારા : શ્રી રણછોડદાશજીબાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા માનવ સેવા એ જ પ્રભુ સેવાની ભાવનાને ખરા અર્થમાં ચરિતાર્થ કરવામાં આવે છે.જેમાં આ આંખની હોસ્પિટલ દ્વારા શ્રી ફૂલીયા હનુમાનજી મંદિર, દેરીનાકા પાસે ટંકારા ખાતે દર મહિનાની 6 તારીખે સવારે સમય 9:00 થી 12-00 દરમિયાન આંખના રોગોના કેમ્પનું આયોજન કરવામાં આવે છે.આ કેમ્પમાં આંખના તમામ દર્દોનું નિદાન અને સારવાર, ઓપરેશનની જરૂરિયાત હોય તેવા કેસમાં રાજકોટ હોસ્પિટલમાં ફેંકો મશીન દ્રારા મોતિયાનું ઓપરેશન, નેત્રમણિ પણ વિના મૂલ્યે મુકી આપવામાં આવશે. એટલું જ નહીં જવા - આવવા માટે બસ ની સુવિધા પણ વિનામૂલ્યે પુરી પડાશે. તેથી આ કેમ્પની વધુ વિગતો માટે ચંદ્રકાન્ત એમ કટારીયા (ચનાભાઈ) 8000328442,જ્યંતીલાલ ડી દુબરીયા 99783 33441,સુકેતુ બી. રાવલ (ભોપલી ભાઈ)98790 18185,ભાવિનભાઈ સેજપાલ 85111 11444,લાલાભાઈ આચાર્ય 93694 55555 પર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.