મોરબી : મોરબીમાં લીલામાં ગૌશાળાના લાભાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે. મોરબીમાં લીલામાં ગૌશાળાના લાભાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન આજથી તા.4 થી 10 સુધી મેણાંદભાઈ આહીરની પ્લોટ,સત્યેશ્વર મહાદેવની સામે,શ્રધ્ધા હાઈટ્સની બાજુમાં,ઉમિયા સર્કલ પાસે,(વાલીમાંના મંદિરની સામે ),શનાળા રોડ,મોરબી ખાતે કરવામાં આવ્યું છે.કથા સમય સવારે 9 થી 11 અને બપોરે 4 થી 6:30 કલાકનો રહેશે.કથારસપાન કિશનપુરી બાપુ કરાવશે. પોથીયાત્રા તા.4ના રોજ સાંજે 4 કલાકે યોજાશે.ધાર્મિક કાર્યક્રમોમાં તા.7ના રોજ સાંજે 6 કલાકે કૃષ્ણ પ્રાગટ્ય,તા.8ના રોજ ગિરિરાજ ઉત્સવ,તા.9ના રોજ કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ અને તા.10ના રોજ કથા વિરામ થશે.કથામાં પિતૃઓના ફોટા રાખવા રૂ.1100 અને આરતી-પૂજા માટે રૂ.251 રાખેલ છે.વધુ માહિતી માટે નયનાબેન મો. 86906 71919 પર સંપર્ક કરવો.