મોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન તથા કાર્યો અંગે ગઇકાલથી ત્રિદિવસીય પ્રદર્શની યોજવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા અને સમર્પણ કાર્યક્રમ હેઠળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન અને તેમણે કરેલા કાર્યોની પ્રદર્શનીનું આયોજન મોરબી ભાજપ દ્વારા નિલકંઠ વિદ્યાલય ખાતે તારીખ 21, 22, 23 સપ્ટેમ્બર સુધી કરવામાં આવેલ છે. ત્યારે હજારો લોકો આ પ્રદર્શની નિહાળવા આવી રહ્યાં છે. સાથે સાથે અનેક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ આ પ્રદર્શનીની મુલાકાતે આવી રહ્યાં છે. આ તકે આજરોજ નિલકંઠ વિદ્યાલય તથા નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આ પ્રદર્શની નિહાળી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને કાર્યો વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..