મોરબી : મોરબીના વિદ્યોતેજક મંડળ સંચાલિત દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઇસ્કૂલમાં થતી વિવિધ પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તથા વાર્ષિક પરીક્ષાઓમાં ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનવા તેમજ કર્મચારીઓએ વર્ષ દરમિયાન ખંત અને નિષ્ઠાથી કરેલ કામગીરીને કારણે શાળાના જાહેર પરીક્ષાઓના પરિણામો સારા આવતા શાળાના આચાર્ય ડો. અનિલભાઈ મહેતા તથા સ્ટાફના સભ્યોનું સન્માન કરવા માટે અભિવાદન સમારોહ યોજવામાં આવેલ છે. આ તકે વિદ્યોતેજક મંડળના પ્રમુખ ગોકળદાસભાઈ પરમાર, મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઈ સોલંકી તેમજ અતિથિ વિશેષ તરીકે ગ્રામ સ્વરાજ મંડળ, પારડીના પ્રમખ ધીરુભાઈ ધાબલીયા તથા ઉદ્યોગપતિ વેલજીભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. આ આયોજન આગામી તા. 22 ઓક્ટોબરના રોજ સવારે 10 કલાકે દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઇસ્કૂલ, મહાવીર નગર, પંચાસર ચોકડી પાસે, બાયપાસ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274