મોરબીમાં તારીખ 16ને શનિવારે મધુરમ સોસાયટી, આલાપ રોડ ખાતે રાત્રે 9 વાગ્યાથી ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ- ગાંધીનગર અને કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ- ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું છે તથા કાર્યક્રમનું સંચાલન જિલ્લા રમત ગમત અધિકારી કચેરી-મોરબી દ્વારા કરવામાં આવ્યું છે. આ ડાયરાના મુખ્ય ભજનિકો મંથન વ્યાસ, ભાવેશ પટેલ અને મુન્ના મહારાજ છે. આ કાર્યક્રમનો લાભ લેવા માટે જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en