જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધા તા. ૨૭ સપ્ટેમ્બરથી ૧૮ ઓક્ટોબર દરમિયાન તેમજ રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધા તારીખ ૨૮ ઓક્ટોબરના રોજ યોજાશે મોરબી : ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી 'મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ' ના અભિયાનની નવતર પહેલ કરી છે. આ હેતુને સુચારુ રૂપે પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં ૮ થી ૧૩ વર્ષના (જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ને ગણવાની રહેશે.) બાળકો ભાગ લઈ શકશે. સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર 'નવરાત્રિ (દશેરા)' વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી કૃતિની પાછળ નામ, સરનામું, જન્મ તારીખ, સ્કુલનું નામ, મોબાઇલ નંબર, ઇ-મેઈલ આઈડી લખી અને સાથે આધાર કાર્ડની નકલ તા.૧૮/૧૦/૨૦૨૧ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રૂમ નં.૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન લાલબાગ, મોરબી ખાતે મોકલવાનું રહેશે. રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે, તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦, દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦, તૃતીય વિજેતાને રૂ. ૧૦,૦૦૦ એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫,૦૦૦ (પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઈંગ કીટ) આપવામાં આવશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..