મોરબી : નવરાત્રીમાં માં આશાપુરના દર્શન કરવા લોકો પગપાળા ચાલીને જતા હોય છે.આથી વાંકાનેર કંડલા હાઈવે પાસે પદયાત્રીઓ માટે તમામ સુવિધાઓથી સજ્જ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મા આશાપુરા માતાનામઢ પદયાત્રીઓ માટે વાંકાનેર કંડલા હાઈવે,ભરતનગર ગામ થી આગળ હરીપર કેરાળાના બસ સ્ટેન્ડમાં જમવાની, નાહવાની,સુવા માટે, નાસ્તાની તથા મેડિકલની તમામ સુવિધા સાથે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા.૧૭ થી શરૂ થશે. પદયાત્રીઓને લાભ લેવા અપીલ કરવામાં આવી છે.વધુ માહિતી માટે હેલ્પલાઇન નં.૮૧૬૦૧૧૨૬૩૫,૯૫૧૦૪૨૨૨૨૨ સંપર્ક કરવો.