મોરબી : મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા કે.જી.થી લઇ પી.જી. સુધીમાં 5500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનું પ્રથમ સોપાન નવયુગ વિદ્યાલયને 50 વર્ષ પૂર્ણ થતા દ્વીદશાબ્દિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 5000થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા 500થી વધુ ભૂતપૂર્વ શિક્ષકોનો મેળાપ થશે. તેમજ જીવનમાં વિશેષ સફળતા પ્રાપ્ત કરનાર તથા જે તે ક્ષેત્રમાં ઉચ્ચ હોદા પર ફરજ બજાવનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાશે. આ ઉપરાંત, દ્વિશતાબ્દી મહોત્સવમાં શિક્ષણવિદો, વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો, સમાજ શ્રેષ્ઠીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ આયોજન આગામી તા. 25 ઓક્ટોબરના રોજ પટેલ સમાજ વાડી, મોરબી-રાજકોટ હાઇવે, શકત શનાળા ખાતે બપોરે 3:30થી 10 કલાક સુધી રહેશે. આ કાર્યક્રમમાં જોડાવા માંગતા વિધાર્થીઓ તથા કર્મચારીઓએ www.navyugeducationmorbi.com વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274