મોરબી : મોરબીમાં આગામી તારીખ 12 ફેબ્રુઆરી ને રવિવારના રોજ જુના સાધકો માટે એક દિવસીય વિપશ્યના શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 12 ફેબ્રુઆરી ને રવિવારના રોજ સવારે 7-30 થી 12-30 દરમિયાન મોરબીના જેલ રોડ પરના સદભાવના હોસ્પિટલના ત્રીજા માળે આવેલા હોલમાં આ વિપશ્યના શિબિર યોજાશે. જેમાં જુના સાધકો ભાગ લઈ શકશે. આ શિબિરમાં રાજકોટથી વિપશ્યનાના ટીચર સેવા આપશે. તો આ શિબિરનો લાભ લેવા સાધક મિત્રોને અપીલ કરવામાં આવી છે.