ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજન હળવદ : હળવદમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આગામી તા.૨૭ને બુધવારના રોજ ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્રમ સવારે ૧૦:૩૦ કલાકે, APMC ધ્રાગંધ્રા રોડ,હળવદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય કક્ષાના કેન્દ્રીયમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, પંચાયત મંત્રી બ્રિજેશ મેરાજા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, વિનોદભાઈ ચાવડા, પૂનમબેન માડમ હાજર રહેશે. ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.