મોરબી : મોરબીના હળવદ રોડ ઉપર ઘુંટુ નજીક આવેલ હરિઓમ પાર્ક સોસાયટી ખાતે આવતીકાલે તારીખ 25 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.સમસ્ત હરિઓમ પાર્ક સોસાયટી ખાતે એકલીંગજી મહાદેવ અને કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિરના લાભાર્થે અને ગૌશાળાના લાભાર્થે દિવ્ય અને ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 25 જાન્યુઆરીએ રામકથાનો પ્રારંભ થશે અને 2 ફેબ્રુઆરીના રોજ કથાનું સમાપન થશે. દરરોજ બપોરે 2-30 થી સાંજે 6 વાગ્યા સુધી કથાના વક્તા કિશોર મહારાજ રામકથાનું રસપાન કરાવશે. તો આ કથાનો લ્હાવો લેવા સમસ્ત હરિઓમ પાર્ક સોસાયટી દ્વારા આમંત્રણ પાઠવાયું છે