મોરબી : મોરબીની શિવશક્તિ મહિલા મંડળ તથા ધર્મપ્રેમી ભક્તજનોના સહયોગથી અંજન રેસિડેન્સી સામે હીરાસર માર્ગ નરસંગ ટેકરી પાછળ રામચરિત માનસ નવાન્હ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે.શિવશક્તિ મહિલા મંડળ તથા ધર્મપ્રેમી ભક્તજનોના સહયોગથી તા.17 ડિસેમ્બરને રવિવારથી આ કથાનો પ્રારંભ થયો છે અને 25 ડિસેમ્બર ને સોમવાર સુધી આ કથા ચાલશે. શિવશક્તિ મહિલા મંડળ તથા ધર્મપ્રેમી ભક્તજનોના સહયોગથી આ રામચરિત માનસ નવાન્હ પારાયણ જ્ઞાનયજ્ઞ કથાનું સંગીતમય આયોજન કરાયું છે. જેમાં દરરોજ બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી વ્યાસપીઠે સૌરાષ્ટ્ર-કચ્છના જાણીતા માનસ મર્મજ્ઞ ગીતાબેન એમ પંડ્યા (મોરબીવાળા) બીરાજી રામકથાનું પોતાની આગવી સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે. આજે 20 ડિસેમ્બરને બુધવારે સાંજે બાલ ચરિત્ર રજૂ કરવામાં આવશે. કથાના અંતિમ દિવસે 25 ડિસેમ્બરના રોજ રામ રાજ્યભિષેક કાર્યક્રમ યોજાશે. તો આ કથાનું રસપાન કરવા સર્વે ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવાયું છે.