ટંકારા : ટંકારા પુસ્તક પરબ દ્વારા આગામી તારીખ 4 ઓગસ્ટ ને રવિવારના રોજ રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા 4 ઓગસ્ટે સવારે 9 થી 11 વાગ્યા સુધી ટંકારાની કુમાર શાળા ખાતે યોજાશે. સ્પર્ધામાં ભાગ લેનારે ઈકો ફ્રેન્ડલી મટિરિયલમાંથી રાખડી બનાવવાની રહેશે અને તમામ મટિરિયલ સ્પર્ધકે લઈને આવવાનું રહેશે. 14 થી 25 વર્ષ સુધીની બહેનો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. વિજેતાને આકર્ષક ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. વધુ માહિતી માટે કલ્પેશભાઈ ફેફર- મો.નં. 8866441444, ગીતાબેન સાંચલા- મો.નં. 9537580555, ડો. નીપાબેન મેંદપરા- મો.નં. 9586061166, હેતલબેન સોલંકી- મો.નં. 9428570027, ધવલભાઈ દેસાઈ- મો.નં. 9998637643નો સંપર્ક કરવા જણાવાયું છે.