ટંકારા : આર્યસમાજ ટંકારાની યુવાપાંખ આર્યવીર દળ ટંકારા દ્વારા છેલ્લા 41 વર્ષથી યોજાતી “ઓપન ટંકારા તાલુકા દેશભક્તિ ગીત સ્પર્ધા”નું ભવ્ય આયોજન આગામી 76મા પ્રજાસતાક પર્વની પૂર્વ સંઘ્યાએ તા. 25-1-2025 ને શનિવારના રોજ શ્રી લક્ષ્મીનારાયણ ગરબી ચોક, લક્ષ્મીનારાયણ સોસાયટી, ટંકારા ખાતે રાત્રે 8:00 કલાકે કરવામાં આવ્યું છે. આગામી પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાને પોંખીને સૂર અને શબ્દનાં સથવારે અમર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા દેશના નરબંકા શહીદોને આઝાદીના આંદોલનમાં આપેલી શહાદત યાદ કરી આર્યવીર દળ ટંકારા દ્વારા સ્પર્ધા માટે તમામ તાલુકા વાસીને આમંત્રણ પાઠવ્યું છે. આ સ્પર્ધા બે કેટેગરીમાં યોજાશે. જેમાં એક 15 વર્ષ સુધીના અને બીજી 15 વર્ષથી ઉપરના લોકો માટેની કેટેગરી રાખવામાં આવી છે. ફોર્મ વિતરણ શરૂ થઈ ગયું છે. ત્યારે આર્ય સમાજ (ત્રણ હાટડી) અને આર્ય ડેરી ફાર્મ, ટંકારા ખાતે 16 જાન્યુઆરી સુધીમાં ફોર્મ જમા કરાવી દેવા જણાવાયું છે. વધુ માહિતી માટે ભાવિનભાઈ ગઢવી- મો.નં. 9724972472 અથવા રિતેશભાઈ પડસુંબિયા- મો.નં. 9313003454 પર સંપર્ક કરવા જણાવાયું છે.