ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા વેલેન્ટાઈન ડેના દિવસે ભારત માતા પૂજનનું આયોજનમોરબી : આગામી તારીખ 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેના દિવસે ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા ભારતીય સંસ્કૃતિ મુજબ ભારત માતા પૂજન અને ઓપન મોરબી કરાઓકે દેશભક્તિ ગીતની હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. આ હરિફાઈમાં મોરબીના કોઈપણ બાળકો, બહેનો અને ભાઈઓ ભાગ લઈ શકશે.14 ફેબ્રુઆરીએ બપોરે 3-30 કલાકે મોરબીના શનાળા રોડ જીઆઈડીસી પાસે આવેલા સંસ્કાર ઈમેજિંગ સેન્ટર ખાતે આ કરાઓકે દેશભક્તિ ગીતની હરિફાઈ બે ગ્રુપમાં યોજાશે. જેમાં એક ગ્રુપ 18 વર્ષથી નીચેના અને બીજા ગ્રુપમાં 18 વર્ષથી ઉપરના ભાગ લઈ શકશે. બન્ને ગ્રુપમાં વિજેતાઓને ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા પ્રથમ નંબરે વિજેતા થનારને 1501 રૂપિયા, બીજા નંબરને 1001 રૂપિયા અને ત્રીજો નંબર મેળવનારને 501 રૂપિયા રોકડ ઈનામ આપવામાં આવશે. આ હરિફાઈમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન ફી 100 રૂપિયા રાખવામાં આવી છે. ગુજરાતી અથવા હિન્દી ગમે તે ભાષામાં ગીત ગાઈ શકાશે. ગીતનો સમય 3 મિનિટનો રહેશે અને દરેક સ્પર્ધકે પોતાનું કરાઓકે સોંગ ડાઉનલોડ કરીને આવવા જણાવાયું છે. આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા, સેક્રેટરી પ્રીતિબેન દેસાઈ અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા તરફથી મોરબીના સર્વે નાગરિકોને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવા- શોભનાબા ઝાલા (મો.નં. 9979329837), પ્રીતિબેન દેસાઈ (મો.નં. 9328970499), મયુરીબેન કોટેચા (મો.નં. 9275951954), હીનાબેન પંડ્યા (મો.નં. 9978928999), ઈલાબેન દોશી (મો.નં. 9825231338), મનિષાબેન ગણાત્રા (મો.નં. 8238282420)નો સંપર્ક કરવા જણાવાયું છે.