ટંકારા: લોકો વ્યાજખોરોથી દૂર રહે અને પોતાની નાણાકીય જરૂરિયાત પૂરી કરવા સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી લોન મેળવે તેવા હેતુ સાથે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે આગામી 6 ફેબ્રુઆરી ને સોમવારે લોન મેળોનું આયોજન કરાયું છે. આગામી 6 ફેબ્રુઆરી ને સોમવારે સવારે 11 વાગ્યે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે યોજાનાર લોન મેળામાં સરકારી અને ખાનગી બેંકો, તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સહકારી સંસ્થાઓ દ્વારા વિવિધ લોન માટે લોકોને માર્ગદર્શન આપવામાં આવશે. ટંકારા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી એચ.આર. હેરભા દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના લોકોને આ લોનમેળામાં મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરાઈ છે. તદુપરાંત પોલીસ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં બેનરો, મંડપો અને ગામડામાં લાકડીયા તાર વહેતા કરી નાનામાં નાના વ્યક્તિ સુધી માહિતી પહોંચાડવા કમર કસી છે.