મોરબી : મોરબીમાં ફૂટબોલ પ્રેમી બાળકોના બેબી લીગ માટેની આતુરતાનો અંત આવ્યો છે. જેમાં મોરબી ફૂટબોલ એસોસિએશન દ્વારા ફુટબોલમાં રસ ધરાવતા બાળકોની પ્રતિભા વિકસે અને આગળ જતાં ફૂટબોલ રમતમાં ઉતરોતર યોગદાન આપી શકે તે માટે ચાલુ ડિસેમ્બર માસમાં બાળકો માટે ફૂટબોલ બેબી લીગનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ સાથે રહીને દેવેનભાઈ રબારી (યંગ ઈન્ડિયા ગ્રુપ મેન્ટોર, મોરબી ફૂટબોલ એસોસિએશન પ્રેસિડેન્ટ) , તેમજ મુસ્તાકભાઈ (મોરબી ફૂટબોલ કોચ) અને જીતુભાઈ રબારી (મોરબી ફૂટબોલ સેક્રેટરી)એ નાના બાળકોને ખેલકૂદમા રૂચિ રહે અને શારીરિક અને માનસિક તંદુરસ્તી મળી રહે તે માટે ફૂટબોલ બેબી લીગ દર વર્ષે આયોજન કરવાનુ વિચાર્યુ હતું. જેમા ગત વર્ષ ૨૦૨૨-૨૦૨૩મા સફળતા પૂર્વકના આયોજન બાદ ચાલુ વર્ષે ૨૦૨૩-૨૦૨૪નુ ફૂટબોલ બેબી લીગ ચાલુ ડિસેમ્બર મહિનાના જ ૧૫ ડિસેમ્બરથી આયોજન થાય તેવી વિચારણા કરવામાં આવી રહી છે. જેમા ચાલુ વર્ષે અં-૧૨ એટલે કે જે બાળકોનો 1-1-2012 પછી જ્ન્મ થયો હોય તેઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.ચાલુ વર્ષે ફક્ત અં-12ની જ સ્પર્ધા રમાડવામાં આવશે અં-10ના બાળકોની સ્પર્ધા નહી થાય પરંતુ અં-10મા આવતા હોય અને સારા ખેલાડીઓ હોય તો તેઓનુ પણ સિલેક્શન આ સ્પર્ધા માટે થઈ શકશે. જેના માટે આપના બાળકનુ આ રમત માટે સિલેક્શન થવુ જરૂરી છે અને તે આપની શાળના સ્પોર્ટ્સ ટીચર દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે કોચ મુસ્તાકભાઈનો કોન્ટેક્ટ 6353183583 કરી શકાશે અને ખાસ આ સ્પર્ધા માટે કોઈ ફીસ રાખવામાં આવેલ નથી.