ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટરેટ એકાઉન્ટિંગ ઓફ ઇન્ડિયાના ઉપક્રમે B.COM અને B.B.A વિભાગના સ્ટુડન્ટ્સને પ્રત્યક્ષ માર્ગદર્શન અપાયું મોરબી : નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન સંચાલિત નવયુગ બી.કોમ કોલેજ અને બી.બી.એ કોલેજ નાં વિદ્યાર્થીઓ માટે એક્સપર્ટ ટોક નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીઓના જીવનમાં ઉપયોગી એવું એકાઉન્ટિંગ તેમજ મેનેજમેન્ટનું પ્રેક્ટીકલ જ્ઞાન સાથે સાથે પોતાના જીવનમાં કઈ રીતે ફાઇનાન્સ મેનેજમેન્ટ કરવું તે અંગે પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નવયુગ ગૃપ ઓફ કોલેજના બીબીએ અને બીકોમ વિદ્યાશાખાના સ્ટુડન્ટ્સ માટે એકાઉન્ટિંગ તેમજ મેનેજમેન્ટનું પ્રેક્ટીકલ જ્ઞાન મળી રહે તે હેતુથી એક્સપર્ટ ટોકનું આયોજન કરાયું હતું જેમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટરેટ એકાઉન્ટિંગ ઓફ ઇન્ડિયાના નિષ્ણાંત એવા વૈભવ પુરાણિક દ્વારા વિદ્યાર્થીને માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના પ્રમુખ પી. ડી.કાંજીયા તથા મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયા દ્વારા પ્રેરણા પૂરી પાડવામાં આવેલ હતી. સાથે બી.કોમ કોલેજ પ્રિન્સિપાલ નિલેશભાઈ મીરાણી અને બી. બી. એ.કોલેજ પ્રિન્સિપાલ ડો.રાજભાઈ પંડિત તેમજ વિભાગીય સ્ટાફ સાથે જોડાયા હતા.