મોરબી : મોરબીમાં આગામી તારીખ 1 ફેબ્રુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારની 0 થી 10 વર્ષ સુધીની દીકરીઓ માટેની ખુબ જ લોકપ્રિય યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના જે સૌથી સારું વળતર તેમજ દીકરીને પગભર થવા, ઉચ્ચ અભ્યાસ, આત્મનિર્ભર બનવા, તેમજ લગ્ન પ્રસંગે મળવાપાત્ર લાભો માટેની ઉત્કૃષ્ટ યોજના છે. આ યોજનાને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે ત્યારે મોરબીની એક પણ દીકરી આ યોજનાથી વંચિત રહી જાય તે માટે મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે આગામી તારીખ 1 ફેબ્રુઆરી થી 3 ફેબ્રુઆરી સુધી ત્રિ-દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અરજીદારે કન્યાનો જન્મ તારીખનો દાખલો, વાલીનું આધાર કાર્ડ અને પાન કાર્ડની ઝેરોક્ષ કોપી અને વાલીના પાસપોર્ટ સાઈઝના 2 ફોટોગ્રાફ અને રૂપિયા 250 સાથે આવવાનું રહેશે. જ્યાં સ્થળ પર જ તેમનું ફોર્મ ભરી આપવામાં આવશે.