મોરબી : ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર)-ગાંધીનગર દ્વારા માન્ય આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર (ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ)-મોરબી દ્વારા તા. 1 એપ્રિલનાં અનુસંધાને 'કોરોનાને એપ્રિલફૂલ બનાવો. તંદુરસ્તીને પાવરફૂલ બનાવો' પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. 'તમારી પાસે વિશ્વનાં બે શ્રેષ્ઠ ડૉક્ટર છે. તમારો ડાબો પગ અને તમારો જમણો પગ, ચાલો સક્રીય રહો અને હંમેશા સ્વસ્થ રહો. ચાલવાની કસરત એટલે શરીર માટે શ્રેષ્ઠ કસરત' તે અંગે શોર્ટકટ વિડીયો ફિલ્મ બનાવી કેટેગરી મુજબ પ્રશ્નોતરીનાં જવાબ મોકલી શકાશે. સ્પર્ધામાં કેટેગરી નીચે મુજબ છે. કેટેગરી :- 1 (ધોરણ :- K.G, 1 , 2 , 3 & 4) પ્રશ્ન :- તંદુરસ્તી માટે ચાલવું કેટલું ફાયદાકારક છે. (એક મીનીટનો વિડીયો) કેટેગરી :- 2 ધોરણ :- (5, 6, 7 & 8 ) પ્રશ્ન :- ચાલવાથી આપણાં શરીરનાં ક્યા સ્નાયુઓ સક્રીય રહે છે. (બે મીનીટનો વિડીયો) કેટેગરી :- 3 (ધોરણ :- 9, 10 , 11 & 12) પ્રશ્ન:- આખા જગતમાં કોઈપણ રોગ માટે મળતી દવાઓ કરતાં શ્રેષ્ઠ દવા એટલે ચાલવાની કસરત. (બેથી અઢી મીનીટનો વિડીયો) કેટેગરી :-4 /શિક્ષકમિત્રો , તજજ્ઞો , કૉલેજ નાં વિધાર્થીઓ તથા વાલીશ્રીઓ.. પ્રશ્ન :- માનવજાતને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપેલી અદ્ભૂત અને અનમોલ ભેટ એટલે પગ' સમજાવો (અઢીથી ત્રણ મિનીટનો વિડીયો ફિલ્મ દ્વારા રજુઆત) ઉપરોકત કેટેગરી મુજબ પ્રશ્નોનાં આપેલ સમય મર્યાદામાં તેનાં યોગ્ય ઉત્તરનો શોર્ટ વિડીયો ફિલ્મ બનાવી 'ઘરે બેઠાં' તારીખ 1 /4/ 2021 રાતે 9=00 સુધીમાં નીચેનાં આપેલ ગમે તે એક વૉટસપ નંબર પર મોકલી આપવાનો રહેશે. વધુ વિગત માટે એલ. એમ. ભટ્ટ 98249 12230, 87801 27202 અથવા દિપેન ભટ્ટ 97279 86386નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.