મોરબી : ડાયરેકટોરેટ ઓફ પ્રોસિક્યુશન ગુજરાત રાજ્ય તથા જિલ્લા સરકારી વકીલની કચેરી મોરબી દ્વારા બંધારણ દિવસ નિમિત્તે તારીખ 26-11-2024ને મંગળવારના રોજ બપોરના 2 કલાક દરમ્યાન મોરબી બાર એસોસિએશન હોલ ડિસ્ટ્રીક્ટ કોર્ટ, મોરબી ખાતે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિસંવાદમાં ઉદઘાટક તરીકે મહે. પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ મોરબી ડી.પી.મહિડા ઉપસ્થિત રહેશે. તેમજ મુખ્ય મહેમાન તરીકે મોરબીના કલેક્ટર કે. બી. ઝવેરી, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, મોરબી ડી.ડી.ઓ. જે.એસ.પ્રજાપતિ તથા અતિથિ વિશેષ તરીકે મોરબી જિલ્લા વકીલ મંડળીના પ્રમુખ ડી.આર. અગેચાણિયા ઉપસ્થિત રહેશે.