સન ઓફ વડવાળા ગ્રુપ- લખધીરનગર (નવાગામ) દ્વારા 5 માર્ચથી કેમ્પની શરૂઆતમોરબી : મોરબીના લખધીરનગર (નવાગામ) ખાતે સન ઓફ વડવાળા ગ્રુપ દ્વારા દ્વારકા જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પની શરૂઆત તારીખ 5 માર્ચથી થશે અને 8 માર્ચ સુધી આ સેવા કેમ્પ ચાલુ રહેશે. આ કેમ્પમાં 24 કલાક પ્રસાદ (ભોજન)ની વ્યવસ્થા, 24 કલાક ન્હાવા, ધોવા તથા આરામ માટેની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ કેમ્પનો પદયાત્રિકોને વધુમાં વધુ લાભ લેવા અને કેમ્પમાં કોઈપણ ભાવિકોને સેવા માટે સહભાગી થવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે મો.નં. 9016814409 પર સંપર્ક કરવા જણાવાયું છે.