મોરબી : છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતિ નિમિત્તે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા સર્વે હિન્દૂ સંગઠન દ્વારા જેલ ચોક ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને ફુલહાર કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા સર્વે હિન્દુ સંગઠનના અધિકારી તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. તેમ યાદીમાં જણાવાયુ છે.