મોરબી : મોરબી ફ્રેન્ડસ ક્લબ દ્વારા આગામી 3જી ફેબ્રુઆરીએ સ્વાદ શોખીન ગૃહિણીઓ માટે 'રંગારંગ રસોઈ 2024' કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે.આ કોમ્પીટીશન આગામી તારીખ 3/2/2024ને શનિવારે બપોરે 3 થી 6 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઇન રોડ ખાતે યોજાશે. જેમાં લીલા ચણાની વાનગી, વસાણા (શિયાળુ મીઠાઈ), સલાડ, ફ્રુટ અને વેજીટેબલ આર્ટ, ચીકી, ઊંધિયું વગેરે બનાવવાનું રહેશે. અત્રે નોંધનીય છે કે જજનો નિર્ણય આખરી ગણાશે. વાનગી ઘરેથી બનાવીને-લખીને બપોરે 2:30 થી 03:00 વાગ્યા સુધીમાં સ્થળ પર મૂકવાની રહેશે. વાનગીની પ્લેટ સિવાયનું એક્સ્ટ્રા ડેકોરેશન કરવું નહીં. 3:30 વાગ્યા પછી હાઉસી રમાડવામાં આવશે. જેની ટિકિટ ₹20 જે ટેબલ પરથી જ મેળવી લેવાની રહેશે. આ ઉપરાંત પ્રત્યેક વાનગી દીઠ ₹100 ફી ભરવાની રહેશે. ફી ભરવા માટે first cry (રવાપર રોડ), kashish gift (રવાપર રોડ), sagar gallery (રવાપર રોડ)નો સંપર્ક કરવો. રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ 30/1/2024 છે. રજીસ્ટ્રેશન સવારના 10 થી 6 વાગ્યા સુધી કરવામાં આવશે.વધુ માહિતી માટે નીલાબેન કારિયા (98700 86269), કામિનીબેન હીરાની (81608 81525), બીનાબેન સચદેવ (92650 96805), મયુરીબેન કોટેચા (92759 51954), હીનાબેન જોબનપુત્રા (99748 88304) તેમજ રૂપાબેન મીરાણી (97129 92850)નો સંપર્ક કરવા જણાવાયું છે.