જયસુખભાઈ પટેલની લાડકી સાથે મૌલેશભાઈ ઉકાણીના પુત્રનું વેવિશાળ : ૩જી ફેબ્રુઆરીએ જલવિધિ મોરબી : સૌરાષ્ટ્રના બે નામાંકિત ઉદ્યોગપતિઓ વેવાઈ બન્યા છે, મોરબીના વિશ્વ પ્રસિદ્ધ અજંતા ઓરેવા ગ્રુપ મોરબીના જયસુખભાઈ પટેલની પુત્રીનું વેવિશાળ જગવિખ્યાત બાન લેબના માલિક મૌલેશભાઈ ઉકાણીના સુપુત્ર સાથે કરવામાં આવ્યું છે અને આગામી તાં. ૩જી ફેબ્રુઆરીના રોજ જલવિધિ યોજાશે. દેશ-દુનિયામાં નામના ધરાવતા બે પટેલ ઉદ્યોગપતિઓ વેવાઈ બન્યા છે. જેમાં બાન લેબના મેનેજિંગ ડીરેકટર અને ઉદ્યોગપતિ મૌલેશભાઇ પટેલ અને શ્રીમતિ સોનલબેન ઉકાણીના સુપુત્ર જયની જલવિધિ ઓરેવા અજંતા કલોક ગ્રુપના મેનેજિંગ ડીરેક્ટર જયસુખભાઇ અને શ્રીમતી મૃદુલાબેન ભાલોડિયાની સુપુત્રી અલીશ સાથે તા.૩જી ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. આ જલવિધિ મૌલેશભાઈના ફાર્મ હાઉસ દ્વારકાધીશ ફાર્મ, ઈશ્વરીયા (કાલાવડ રોડ પાસે) રાજકોટ ખાતે ભવ્ય મ્યુઝિકલ નાઈટ સાથે રાખી છે. ઉદ્યોગજગતના બે માંધાતાઓ વેવાઈ બની રહ્યા હોય બંને પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ છે. મૌલેશભાઈ બહોળું સર્કલ ધરાવે છે અને તેમના વેવાઈ બનેલા મોરબીના ઓરેવા અજંતા ગ્રુપના સુપ્રીમો જયસુખબાઈ ભાલોડીયા પણ નામાંકિત ઉદ્યોગપતિ છે મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en