મોરબી : મોરબી જીલ્લા રાજપૂત કરણી સેનાની મધુપુર ગામના મેલડી માતાજીના મંદિર ખાતે રાષ્ટ્રીય સંયોજક પ્રવિણસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને સાધારણ સભાની મિટીંગ મળી હતી. આ મિટિંગમાં બહોળી સંખ્યામાં રાજપુત કરણી સેનાના તાલુકા પ્રમુખો, જીલ્લા પ્રભારી તેમજ શહેર અને જીલ્લા પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.આ મિટિંગમાં મોરબી જીલ્લા રાજપુત કરણી સેનાની કારોબારી સમિતિ બનાવવામાં આવી હતી. જેમાં સંગઠનના સંચાલનની જવાબદારી કારોબારી સભ્યોની રાખવામાં આવી હતી. તેમજ કારોબારીની મિટિંગ મહીનાના છેલ્લા રવિવારે મળશે અને જીલ્લાની સામાન્ય સભા દર ત્રણ મહિને અલગ-અલગ તાલુકામાં મળશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. સમાજના વિદ્યાર્થીઓને, આર્થિક રીતે નબળા લોકોના ઉત્કર્ષ માટે તેમજ રાજપુત સમાજના વિધવા બહેનોને સહાય અને તેમના બાળકોને શિક્ષણ માટે પુસ્તકો આપવા જેવા સમાજ ઉપયોગી કાર્યો માટે ભંડોળ ઉભું કરવાનું આયોજન મિટીંગમાં કરવામાં આવ્યું હતું. આ તકે દીગુભા ઝાલા (જીલ્લા પ્રભારી), જયદેવસિંહ ઝાલા (મોરબી જીલ્લા પ્રમુખ) તેમજ વાંકાનેર, હળવદ, ટંકારા, માળિયા તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.