મહાપાલિકા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું : જાહેરનામાનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહીમોરબી : મોરબીના કાલે વિશ્વ નવકાર દિવસ અને પરમદિવસે મહાવીર જયંતિ હોય બન્ને દિવસે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ રાખવા મહાપાલિકા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.આગામી તા. ૦૯/૦૪/૨૦૨૫ના રોજ 'વિશ્વ નવકાર દિવસ' નિમિતે તથા તા. ૧૦/૦૪/૨૦૨૫ના રોજ 'મહાવીર જયંતિ-નિમિતે મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ કલમ ૩૨૯ અને ૩૩૬ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી. તેમ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવાયુ છે.