મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ કરી ન્યાય અપાવ્યો મોરબી : મોરબીના વતની મહિલાએ હોમ ફાયનાન્સ કંપનીમાંથી મકાનની લોન લીધા બાદ મૃત્યુ થતાં ભારતી એકસા લાઇફ ઇન્સ્યુરન્સ વીમા કંપનીએ ડાયાબીટીઝ, હાઇપરટેન્શન અને ગોલ્ડબ્લેડર હોવાને કારણે વીમો આપવાની ના પાડતા મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ મારફતે રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરાવતા ગ્રાહક અદાલતે વીમા કંપનીને ગ્રાહકને 3,59,986 રૂપિયા (ત્રણ લાખ ઓગણ સાંઇઠ હજાર નવસો છીયાંસી) આઠ ટકા વ્યાજ સાથે તેમજ કાનૂની ખર્ચના દશ હજાર ચુકવવાનો આદેશ કરેલ છે. આ કિસ્સાની વિગત જોઈએ તો, મોરબીના વતની દિલીપભાઇ પ્રભુભાઇ રાવલના પુત્ર વધુ ચાર્મીબેને હોમ ફાઇન્સ કંપનીમાંથી મકાનની લોન લીધેલ અને તેમનુ મૃત્યુ થતાં ભારતી એકસા લાઇફ ઇન્સ્યુરન્સ કંપની સામે વીમા અંગેની માંગણી કરતાં વીમા કંપનીએ ચાર્મીબેનને ડાયાબીટીઝ, હાઇપરટેન્શન અને ગોલ્ડબ્લેડર હોવાને કારણે વીમો આપવાની ના પાડતા દિલીપભાઇએ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરેલ અને ગ્રાહક અદાલતે વીમા કંપનીને ગ્રાહકને રૂ।. 3,59,986 (ત્રણ લાખ ઓગણ સાંઇઠ હજાર નવસો છીયાંસી) આઠ ટકા ના વ્યાજ સાથે અને દશ હજાર ખર્ચના ચુકવવાનો આદેશ કરેલ છે. ગ્રાહકો મકાનની લોન લેતા પહેલાં તમામ પાસાનો વિચાર કરીને લોન લેવી અને વીમો પણ વિચારીને કંપનીનો લેવો કારણ કે વીમા કંપની ગમે તેવા બાના કાઢીને વીમો આપવાની ના પાડે છે બધા ગ્રાહકો કોર્ટમાં જતાં નથી તેથી ધણી વીમા કંપની તેની મન માની કરે છે. ગ્રાહકે કોઇપણ ગ્રાહકે અન્યાયનો ભોગ બનવુ નહી અને પોતાના હક માટે લડત આપવી જોઇએ કોઇપણ ગ્રાહક સાથે છેતરપીંડી કે અન્યાય થાય તો ગ્રાહકે વીમો અને તેની સાથે કવર પણ લેવુ જોઇએ તથા વીમા કંપનીની સુવિધાઓ કેવી છે તે જાણીને વીમો લેવો જોઇએ તેમ પ્રમુખ લાલજીભાઇ મહેતા મો. 9825790412 અને ઉપ પ્રમુખ બળવંતભાઇ ભટ્ટ મો.9327499185 અથવા મંત્રી રામભાઇ મહેતા મો. 9904798048નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.