ટંકારા : આવતીકાલે તારીખ 10 એપ્રિલના રોજ જૈન ધર્મના પર્વ એવા મહાવીર જયંતી હોય ગુજરાત સરકારની સૂચના અનુસાર ટંકારા શહેરી વિસ્તારમાં કતલખાના તેમજ નોનવેજનું વેચાણ બંધ રાખવા ટંકારા નગરપાલિકા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. આદેશનો ભંગ કરનાર આસામીઓ સામે નિયમ મુજબ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.